જામનગરમાં પત્નીના મૃત્યુ બાદ આઘાતમાં પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, હવે એક સાથે માતા-પિતાની દફનવિધિ કરવામાં આવશે…ઘટના સાંભળીને તમે પણ રડી પડશો…

જામનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પત્નીના મૃત્યુ બાદ પતિએ આઘાતમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર હૃદય રોગના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ પતિને ભારે આઘાત લાગ્યો હતો અને આઘાતમાં પતિએ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

બંનેના મૃત્યુને લઈને સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મિત્રો આ ઘટના એક મુસ્લિમ પરિવારમાં બની હતી. હવે પતિ પત્નીની એક સાથે દફનવિધિ કરવામાં આવશે. આ ઘટના જામનગરના નિલકમલ સોસાયટીમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જામનગરની નીલકમલ સોસાયટી શેરી નંબર 4 માં રહેતા 55 વર્ષીય જરીનાબેન નુરમામદભાઈ કંટાલીયા જેઓનું ગઈકાલે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાર્ટ એટેક આવવાના કારણે અવસાન થયું હતું.

તેમનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હજુ તો પરિવારના લોકો માતાનું મૃતદેહ નીચે ઉતારી રહ્યા. ત્યાં જરીનાબેનના પતિ નુરમામદભાઈએ આઘાતમાં સળી પડ્યા હતા અને પોતાની રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા.

પહેલા માતા અને પછી પિતાનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલા નુરમામદભાઈની ઉમર 65 વર્ષની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને સીટી સી ડિવિઝન પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં પણ માતમ છવાઈ ગયું હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિ-પત્નીની હવે એક સાથે દફનવિધિ કરવામાં આવશે. આ ઘટનાના કારણે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*