આપણે સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધના ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. આ ઘટના સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડના મૃત્યુ બાદ કંઇક એવું કર્યું કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો આ યુવકે પોતાની ગર્લફ્રેન્ડના મૃત્યુ બાદ તેની સાથે લગ્ન કર્યા હતા.
જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગુવાહાટીમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, થોડાક સમય પહેલા 24 વર્ષની પ્રાર્થના નામની યુવતીનું હોસ્પિટલમાં બીમારીના કારણે કરુણ મોત થયું હતું. પ્રાર્થનાના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
પ્રાર્થનાના મૃત્યુનો સૌથી મોટો આઘાત તેના બોયફ્રેન્ડ બિટુપનને લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે 18 નવેમ્બરના રોજ સારવાર દરમિયાન પાર્થનાનું મોત થયું હતું. પાર્થનાના મૃત્યુ બાદ પરિવારના લોકો તેનું મૃતદેહ લઈને ઘરે આવ્યા હતા. ત્યારે બિટુપન પણ તેના ઘરે પહોંચ્યો હતો.
ઘરે આવીને બિટુપનને કંઈક એવું કર્યું કે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. મિત્રો તેને પોતાની પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કર્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે બિટુપનને પરિવારના લોકોએ લગ્ન કરવાથી રોક્યો.
ત્યારે તેને જણાવ્યું હતું કે, પ્રાર્થનાની છેલ્લી ઈચ્છા હતી કે તેના મૃત્યુ બાદ હું તેની સાથે લગ્ન કરું પછી પરિવારના લોકોએ પણ લગ્ન કરવાની ના પાડી હતી નહીં. બિટુપનને પ્રાર્થનાના મૃતદેહના કપાળ પર સિંદૂર લગાવ્યું હતું અને તેની સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં પરંતુ તેને પ્રતિજ્ઞા લીધી હતી કે, આખી જિંદગી હવે તે કોઈ બીજા સાથે લગ્ન નહીં કરે.
આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રાર્થનાની વિદાય વખતે તેનો બોયફ્રેન્ડ સૌથી વધુ રડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment