મિત્રો ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે. મિત્રો તમે ઘણા એવા ડોક્ટરો જોયા હશે જેઓ ગરીબ લોકોને ફી માં સારવાર આપતા હોય છે અને લોકસેવાનું કામ કરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક ડોક્ટરની વાત કરવાના છીએ જેમણે હજારો લોકોનું દિલ જીતી લીધું છે. મિત્રો મહેસાણા નજીક આવેલા દાંતકરોડી ગામના ડોક્ટર તુષાર પટેલ હંમેશા ગરીબ દર્દીઓની સેવા કરવામાં આગળ રહેતા હતા.
દુઃખની વાત એ છે કે ત્રણ વર્ષ પહેલા એક અકસ્માતમાં ડોક્ટર તુષાર પટેલનું નિધન થયું હતું. ત્યારે ગામના લોકોએ ડોક્ટર તુષાર પટેલની યાદમાં તેમનું સ્ટેચું બનાવીને એક સ્મૃતિ વનનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં પરંતુ ડોક્ટર તુષાર પટેલની યાદમાં એક વૃક્ષ વાવીને તે વૃક્ષનું નામ ‘તુષાર વડ’ આપ્યું છે.
આજરોજ ડોક્ટર તુષાર પટેલ ના જન્મદિવસના દિવસે તેમની અનોખી વાતો જાણીશું. ડોક્ટર તુષાર પટેલનો જન્મ 16 સપ્ટેમ્બર 1977માં થયો હતો. તેમના પિતાનું નામ ફુલજીભાઈ પટેલ હતું અને તેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. દિવસ રાત મહેનત કરીને તૃષાલ પટેલ સરકારી મેડિકલ સુરતમાં એમ.બી.બી.એસની ડિગ્રી મેળવવી હતી.
2005માં અમદાવાદની હોસ્પિટલ ખાતે ડી.એન.બી.ની વિશિષ્ટ લાયકાત મેળવી અને કાર્ડિયોથોરાશીક એન્ડ વેંસ્ક્યુલર સર્જન તરીકેની શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ડોક્ટર તુષાર પટેલે કોઈપણ દિવસ પૈસાને મહત્વ આપ્યું નથી. તેમની પાસે આવતા દર્દીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તેમની વિનામૂલ્યે સારવાર કરતા હતા.
ડોક્ટર તુષાર પટેલે અત્યાર સુધીમાં 10,000 થી પણ વધારે સફળ ઓપરેશન કર્યા છે. જો કોઈ દર્દીની પરિસ્થિતિ સારી ન હોય તો તેમના બિલ પણ ડોક્ટર તુષાર પટેલ જ ભરી દેતા હતા. ડોક્ટર તુષાર પટેલ નું સપનું હતું કે, તેઓ એવી હોસ્પિટલ બનાવે કે જેમાં વિના મૂલ્ય બાયપાસ સર્જરી થઈ જાય. જેનાથી હજારો દર્દીઓને વિના મૂલ્ય સારવાર મળે.
મિત્રો ડોક્ટર તુષાર પટેલ પોતાના નવા ઘરના વાસ્તુ માટેની આમંત્રણ પત્રિકા અંબાજી ખાતે મૂકીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતની ઘટનામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. 4 મે 2019 ના રોજ તેમનો અકસ્માત થયો હતો. તેમનું મૃત્યુ થતાં જ હજારો લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે આજરોજ ગામના લોકોએ તેમના જન્મદિવસના દિવસે તેમની યાદમાં તેમનું સ્ટેચ્યુ બનાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment