અમદાવાદના રાજપૂત સમાજના યુવકના મૃત્યુ બાદ પરિવારજનોએ અંગદાન કરીને, 5 લોકોને નવું જીવનદાન આપીને માનવતાની મહેક ઊભી કરી…

Published on: 5:34 pm, Thu, 19 May 22

આજના જમાનામાં જ્યારે કોઈ પણ વ્યક્તિનો બ્રેઇનડેડ જાહેર થાય છે. ત્યારે તે લોકોનું અંગદાન કરીને લોકો સમાજમાં એક પ્રેરણા પૂરી પાડતા નજરે પડે છે ત્યારે એવી જ જાગૃત પરિવાર માંથી કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ યુવક વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો રાજપૂત સમાજમાં 32 વર્ષીય યુવક અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતો જેનું નામ સુમિત સિંહ રાજપૂત.

જેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે દરમિયાન તે જીવન-મરણ વરચે ઝોલાં ખાઈ રહ્યો હતો અને અંતે હોસ્પિટલના તબીબો દ્વારા તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. ત્યારે બ્રેઈનડેડ સુમિતભાઈ ના પિતા એવા જોગિંદરસિંગ રાજપૂત કે જેમણે કહ્યું કે મારો દીકરો હવે જીવન શક્ય નથી.

પરંતુ જો તેના અંગોનું દાન કરીને અન્ય લોકોને જિંદગી બચી જતી હોય તો. મારા દીકરા ના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ઘાયુ બક્ષે. ત્યારે આ જાગૃત પિતાએ એ બ્રેઇન ડેડ દીકરા સુમિતભાઈનું અંગદાન કરીને સમાજમાં એક મહત્વનો દાખલો બેસાડયો છે.

જયારે બ્રેઇન ડેડ સુમિતભાઈના પિતા, બહેન અને પત્ની અંગદાન માટે સંમતિ આપી ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલના retrial સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 5 થી 7 કલાકની ભારે જહેમત બાદ સુમિતભાઈ નું હૃદય, ફેફસાં અને કીડની અને લિવરનું દાન મળ્યું છે.

સુમિતભાઈનું અંગ દાન કરવાથી કેટલાય લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે, ત્યારે તેમના હૃદયનું પ્રત્યારોપણ મુંબઈ સ્થિત હોસ્પિટલમાં, બંને ફેફસાંનું ચેન્નઈના જરૂરિયાતમંદ દર્દીને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા અને વાત કરવામાં આવે તો કિડની અને લિવર અમદાવાદ સિવિલ medicityની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં પ્રત્યારોપણ માટે મોકલાયા છે.

બ્રેઈનડેડ સુમિતભાઈ નું અંગ દાન કરવાથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે, ત્યારે કહેવાય છે કે આવા જાગૃત પરિવારમાંથી સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ અને જ્યારે કોઈ પણ વ્યક્તિનો બ્રેઇન ડેડ થાય ત્યારે તેમનું અંગદાન કરી સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!