હાલમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં વિવાદ વધી ગયા છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં ભારતમાતા મંદિર માં ભારત માતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હિન્દુઓની બહુમતી ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું મોટું નિવેદન સામે આવ્યું છે. અને આ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ નિવેદનને લઈને આજે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નીતિન પટેલના નિવેદન ખુલીને સામે સમર્થનમાં આવ્યા છે.
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે મને લાગે છે કે નીતિનભાઈએ આવનારા દિવસો નું ભવિષ્ય જોઈ ને હિંદુઓ માટે આ પ્રકારનું નિવેદન કર્યું છે. આ ઉપરાંત સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ સર્જાય છે.
તે જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું નિવેદન યોગ્ય છે. આપણે અફઘાનિસ્તાનમાં જોયું છે કે તાલિબાનના કબજાના કારણે ત્યાંની સરકાર તૂટી પડી હતી. તેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. આ ઉપરાંત સી.આર.પાટીલે કહ્યું કે હું નીતિન પટેલ સાથે સહમત છું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે ગાંધીનગરમાં ભારત માતાના મંદિરમાં ભારત માતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હિન્દુઓ લઘુત્તમ માં આવી જશે તે પછી કશું બાકી જ નહીં રહે.
આવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નિવેદન આપ્યું કે જો હિન્દુઓની સંખ્યા ઘટે તો કોર્ટ-કચેરી નહીં રહે, કાયદાઓ નહી રહે, લોકશાહી નહિ રહે, બંધારણ નહિ રહે અને બધું જ હવામાં ઊડી જશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ નિવેદન ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અન્ય ભાજપના નેતાઓ વચ્ચે આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment