ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 17 એપ્રિલ ના રોજ યોજાશે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
ભાજપ દ્વારા ઉમેદવારો ના નામની જાહેરાત કર્યા બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ના નામની જાહેરાત કરી છે.ભાજપ દ્વારા પોતાના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
અને તેની સામે કોંગ્રેસ દ્વારા માત્ર 29 ઉમેદવારો ના નામની જાહેરાત કરવામાં આવી છે અને હજી ઉમેદવારો ના નામની જાહેરાત બાકી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે અને આમ આદમી પાર્ટીના.
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ 23 જેટલા ઉમેદવારો ના નામની જાહેરાત કરવામાં આવી છે.સુરત માં ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટી ગાંધીનગર માં ચૂંટણી લડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment