ગુજરાત રાજ્યમાં મહામારીની સ્થિતિમાં અદાણી ગ્રૂપ પણ મદદે આવ્યું છે. હાલમાં મહામારી વિશ્વને હંફાવી રહ્યો છે ત્યારે ભારત અને ગુજરાતની હાલત બદથી બદતર થઈ રહી છે. અમદાવાદ પણ બાકાત નથી ત્યારે જે રીતે એક સાથે કેસ આવી રહ્યા છે.
તેમને એક સાથે મદદ કરવામાં તંત્ર ક્યાંકને ક્યાંક પહોંચી નથી મળી રહ્યું ત્યારે અદાણી ગ્રૂપ અમદાવાદમાં સરકારની મદદે આવ્યું છે. અદાણી ફાઉન્ડેશન ના નેતૃત્વ હેઠળ સંચાલિત અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા.
અદાણી વિદ્યા મંદિર સંકુલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવી નાખવામાં આવે.આ માટે તમામ સવલતો પણ શરૂ કરવામાં આવી રહી છે. અહીં કોરોના ગ્રસ્ત વ્યક્તિ આઇસોલેટ થઈ શકશે અને આરોગ્ય માળખા પર ભારણ ઘટે.
તેથી જ કોરોના સંક્રમિત પરિવાર ના સભ્યોની સેફ્ટી માટે શરૂ કરવામાં આવ્યું છે.અદાણી વિદ્યામંદિર કોવિડ કેર સેન્ટરમાં મારફત અદાણી ફાઉન્ડેશન દર્દી માટે પથારી, પોષણયુક્ત આહાર અને તબીબી સંભાળ ની વ્યવસ્થાઓ પૂરી પાડશે.
રૂપાંતર પ્રક્રિયામાં દર્દીઓ અને તબીબી અધિકારીઓ બંને માટે રહેવા અને આરામ માટે એકમો ની વ્યવસ્થા, શ્વાસ લેવામાં તકલીફ ના લક્ષણો ધરાવતા દર્દીઓને મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાની ટેકનિકલ સુવિધાઓ ઊભી કરવી.
તબીબી પુરવઠાના પ્રયાપ્ત જથ્થાની વ્યવસ્થા અને તબીબી, સંદેશાવ્યવહાર અને મોનીટરીંગ સિસ્ટમ માટે એક અલાયદા રૂમની સ્થાપના સામેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment