રાજકોટ શહેરમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. રાજકોટના શાપર-વેરાવળમાં ભૂમિનગર-2 માં રહેતો અને શાપરના પાટીયા પાસે આવેલી બજાજ ફાઇનાન્સ ની ઓફિસમાં રિકવરી વિભાગમાં નોકરી કરતો 22 વર્ષે ચિરાગ અશોકભાઈ સંઘવી નામના યુવકે સાંજે ઓફિસમાં છતના હુકમાં વાયર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં હાજર ડોક્ટરે ચિરાગને મૃત જાહેર કર્યો હતો. ચિરાગ નું મૃત્યુ થતાં જ હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઈ સરવૈયાએ શાપર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
મૃત્યુ પામેલા યુવકનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે. જેમાં યુવક એક યુવતીને ઓડિયો મેસેજ મોકલીને જણાવ્યું છે કે, ‘તું ફોન નથી ઉપાડતી હું હવે મરી જઈશ.’ હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ ચિરાગ બે ભાઈઓમાં મોટો હતો અને બે મહિના પહેલા તેની સગાઈ કંડોરણા પથકની યુવતી સાથે થઈ હતી.
ચિરાગ એક ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં નોકરી કરતો હતો. શનિવારના રોજ મોદી સાંજ થઈ ગઈ છતાં પણ તે ઘરે આવ્યો નહીં. અમે જ્યારે ચિરાગને ફોન કર્યો ત્યારે ચિરાગ ફોન રિસીવ કરતો ન હતો. ત્યારબાદ પરિવારના લોકો ઓફિસે તપાસ કરવા ગયા હતા આ દરમિયાન ગળાફાંસો ખાધેલી હાલતમાં ચિરાગ મળી આવ્યો હતો.
ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ચિરાગનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન ચિરાગના મોબાઈલ ફોનમાં તેને છેલ્લે એક યુવતીને વોટ્સએપ પર ઓડિયો મેસેજ મોકલ્યો હતો. જેમાં ચિરાગ એક યુવતી ને કહી રહ્યો છે કે, ‘તું ફોન નથી ઉપાડતી, હું મરી જઈશ’. આ યુવતી કોણ છે અને ચિરાગે કયા કારણોસર પોતાનું જીવનને ટૂંકાવ્યું છે જેને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment