સનાતન ધર્મ કી…! રામ મંદિર બાદ અયોધ્યામાં બનશે વધુ એક મોટી અજાયબી, 10000 સ્ક્વેર ફૂટમાં તૈયાર થઈ રહ્યું છે એવું સ્ટ્રક્ચર કે…

મિત્રો સમગ્ર વિશ્વની નજરમાં હાલ અયોધ્યા જ કેન્દ્રિત છે ત્યારે 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે અહીં જ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઓપચારિક ઉદઘાટન કરશે અને રામ મંદિરમાં માત્ર એકમાત્ર પ્રોજેક્ટ નથી જે હાલમાં અયોધ્યામાં ચાલી રહ્યો છે

આ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે.વાસ્તવમાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યામાં મેડમ તુષાદ મ્યુઝિયમની તર્જપર અયોધ્યા રામકથા પર આધારિત વેક્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે અને આના પર કામ શરૂ થઈ ગયું છે ને એવા અંદાજ છે કે આ મ્યુઝિયમ નો પ્રથમ તબક્કો આ વર્ષે મેં સુધીમાં તૈયાર થઈ જશે

અને તેને બનાવવાનું કામ 52 વર્ષના સુનિલ કંડાલોર કરી રહ્યા છે.આ મ્યુઝિયમ દ્વારા રામકથાના 35 દ્રશ્યો લોકોને બતાવવામાં આવશે તેમાં સ્થાપિત પ્રતિમાઓ ખૂબ મોટી અને ભવ્ય દેખાશે અને પ્રથમ તબક્કામાં રામાયણના 30 થી 35 દશો બતાવવામાં આવશે તેમાં સીતા નો સ્વયંવર વનવાસ અને લંકા દહન જેવી મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે

અને આ મ્યુઝીયમ બનાવવા માટે લગભગ 7 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે.અયોધ્યામાં વેક્સ મ્યુઝીયમ બનાવનાર સુનિલભાઈએ કહ્યું કે અગાઉ કન્યાકુમારી, લોનાવાલામાં પણ મ્યુઝિયમ ની સ્થાપના કરી છે આ તમામ મ્યુઝિયમ માં કુલ 170 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે અને અયોધ્યા પ્રોજેક્ટ માટે કુલ 70 પ્રતિમાઓ બનાવવાની છે જે કુલ 10000 સ્ક્વેર ફૂટમાં

બનશે.મિત્ર સુનિલે જણાવ્યું કે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પાંચ ફાઈન આર્ટિસ્ટ ની ટીમ સતત કામ કરી રહી છે અને આ ટીમ પ્રતિમા નું મોડલ તૈયાર કરવામાં વ્યસ્ત છે અને આ સિવાય 20 થી 25 અન્ય કર્મચારીઓને મ્યુઝિયમનું બાકીનું કામ પૂરું કરવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓએ કહ્યું કે રામકથાની જીવતા જાળવવા માટે તે અયોધ્યાને નજીકથી જોઈ રહ્યો છે અને અહીં બનેલી ઇમારતો મંદિરો અને સ્થાપત્યને સમજ્યા બાદ તેની એક ઝલક પણ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*