મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે બેઠક…

67

ગઈકાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. એમાં મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બંગાળની વસ્તીના આધારે રસીનો જથ્થો વધારવા ની વાત કરી હતી. મમતા બેનરજીનું કહેવું છે કે બંગાળને અન્ય રાજ્યકર્તા વસ્તીના પ્રમાણમાં પાણીનો પુરવઠો ઓછો મળે છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંગાળ નું નામ બદલવા મુદ્દે પણ ચર્ચા કરી છે. તેમજ મમતા બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેગાસસ મુદ્દે તમામ પાર્ટી મીટીંગ બોલાવી જોઈએ.

અને આ દેશમાં ગંભીરતા રીતે તપાસ થાય તે માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવી જોઈએ. આ ઉપરાંત મળતી માહિતી મુજબ આજરોજ મમતા બેનર્જી કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને મળવાના છે. આ ચર્ચાને કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

આ ઉપરાંત મમતા બેનરજીએ કમલનાથ સાથે પણ બેઠક કરી હતી અને બેઠક બાદ કમલનાથે જણાવ્યું હતું કે 2024ની ચૂંટણીની ચર્ચા સોનિયા ગાંધી સાથે થશે. તેમજ કમલનાથે જણાવ્યું કે મમતા બેનર્જી સાથે તેમના જૂના સંબંધ છે.

અને તે તેમને આમંત્રણ આપવા આવ્યા હતા. આ ઉપરાંત મળતી માહિતી મુજબ મમતા બેનર્જી સાથે દેશમાં મોંઘવારી, કાયદાઓ અને વ્યવસ્થા અને દવાખાના ઉપરાંત રાજકારણના મુદ્દા પર ચર્ચા થશે.

TMC ના સુત્રો અનુસાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સંસદમાં પણ જઈ શકે છે. મળતી માહિતી મુજબ આજરોજ મમતા બેનર્જી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી શકે છે. આ ઉપરાંત મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે અને એ દરમિયાન તેઓ અન્ય વિપક્ષી દળોના નેતા સાથે મુલાકાત કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!