દીકરાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર ઘરે આવ્યો અને જોયું તો મરેલો દિકરો ઘરના દરવાજે ઉભેલો હતો…પછી પરિવારના લોકો દીકરાની નજીક ગયા અને તેને…

દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેના વિશે સાંભળીને આપણે આશ્ચર્યચક થઈ જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટના સાંભળીને ભલભલા લોકો ગોથા ખાઈ જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, દરગજના નાગોજા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં મોહિતકુમાર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.

મોહિત થોડાક દિવસો પહેલા પોતાના ઘરેથી મંદિર જવા માટે નીકળ્યો હતો. પરંતુ ઘણો લાંબો સમય થઈ ગયો છતાં પણ મોહિત ઘરે પરત કર્યો નહીં તેથી પરિવારના લોકોને ચિંતા થવા લાગી હતી. પછી પરિવારના સભ્યોએ મોહિતના મિત્રને અને અન્ય સગા સંબંધીઓને ફોન કર્યો હતો. પરંતુ મોહિત ક્યાં ગયો છે તે કોઈને ખબર ન હતી.

છેવટે પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે મોહિત ઘરેથી મંદિર જવા માટે નીકળ્યો હતો. પરંતુ બે દિવસ વીતી ગયા છે છતાં પણ તે ઘરે પરત આવ્યો નથી. મોહિતના છાતીના ભાગે વાગેલું હતું જેના કારણે પરિવારના લોકોને પોતાના દીકરાની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ પણ મોહિતની શોધખોળમાં લાગી ગઈ હતી.

આ દરમિયાન ત્રીજા દિવસે મહારાજ વાડા પાર્કની પાસેથી એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું. આ મૃતદેહના છાતીના ભાગે વાગેલું હોય તેવા નિશાનો હતા. મૃતદેહ મળ્યા બાદ પોલીસે મોહિતના પરિવારજનોને ઓળખ માટે ત્યાં બોલાવ્યા હતા. છાતીના ભાગ ઉપર વાગેલું નિશાન જોઈને પરિવારના સભ્યોએ કહ્યું હતું કે આ મોહિતનું મૃતદેહ છે. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરાવીને પોલીસે મૃતદેહ ને પરિવારજનોને આપી દીધું હતું.

પછી પરિવારના સભ્યો મોહિતના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાને પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન ગામના લોકો પણ હાજર હતા અને પરિવારના સભ્યો પણ હાજર હતા. દીકરાના મૃત્યુના કારણે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મોહિતના અંતિમ સંસ્કાર વખતે તેની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

અંતિમ સંસ્કારની કામગીરી પૂર્ણ કર્યા બાદ પરિવારના સભ્યો પોતાના ઘરે પરત ફર્યા હતા. રડતા રડતા ઘરે આવેલા પરિવારના સભ્યો ઘરના ગેટ પાસે પહોંચ્યા ત્યારે તેઓ બધા ચોકી ઉઠ્યા હતા. કારણ કે ઘરના દરવાજે તેમનો મરેલો દિકરો મોહિત તેમને ઉભેલો જોવા મળ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા અને બધાએ એકબીજાનો હાથ અપ કરી લીધો હતો.

પછી ધીમે ધીમે પરિવારના સભ્યો મોહિતની નજીક ગયા અને તેને હાથ અડાડ્યો હતો. ત્યારે મોહિતે બધાને કીધું કે તમે શા માટે રડો છો..? શા માટે બધા મને અડકો છો..? ત્યારબાદ પરિવારના સભ્યોએ મોહિત ને આખી ઘટનાની વાત કરી હતી. પછી મોહિતે કહ્યું કે તે થોડા દિવસો માટે પોતાના મિત્રના ઘરે ગયો હતો. તે ખૂબ જ થાકી ગયો હોવાના કારણે તેને પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો વિચાર કર્યો નહીં.

જેથી પરિવારના સભ્યોને એવું લાગ્યું કે મોહિતનું મૃત્યુ થઈ ગયું છે અને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. પરિવારના સભ્યોએ જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા તે કોઈ બીજો વ્યક્તિ હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પછી પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*