આપણે સૌ જાણીએ જ છીએ કે, ગુજરાતમાં આવેલા કરછના કાબરાઉ વાળી માં મોગલના પરચા અપરંપાર છે. લોકો માં મોગલધામ કાબરાઉ ઘણું અંતર કાપીને આવતા હોય છે. માતા મોગલ પાસે ભક્તો સાચા મનથી જે ઈચ્છા માંગે તે માં મોગલ ભક્તોની ઈચ્છા પુરી કરે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે કે, માં મોગલે ભક્તોની ઇરછા પુરી કરી હોય છે.
ત્યારે હાલમાં એવા જ બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક બહેન પોતાની માનતા પુરી કરવા આવ્યા હતા. તે બહેનને માનતા હતી કે, તેના ઘરે બાળકનો જન્મ થશે. એટલે માતાના મંદિરે દર્શન કરવા આવીને યથાશક્તિ પૈસા ચડાવશે. મહિલા જયારે કાબરાઉ આવીને પૈસા મણિધર બાપુને આપે છે. ત્યારે મણિધર બાપુ પૂછે છે. આ શેની માનતા હતી?
ત્યારે મહિલા જણાવે છે કે, તેના લગ્નના ઘણા વર્ષો પછી પણ બાળક ન હતું. માતાને પ્રાર્થના કરતા માતાએ પ્રાર્થના સ્વીકારી અને તેના ઘરે બાળકનો જન્મ થયો હતો. જેથી તે અહીં માનતા પુરી કરવા આવી છે. મણિધર બાપુએ તે મહિલાના પૈસામાં 20 રૂપિયા ઉમેરીને તેને પાછા આપ્યા હતા અને કહ્યું કે તમારી માનતા પુરી થઇ ગઈ. માતા પર સાચા દિલથી શ્રદ્ધા રાખજો.
બીજો એક કિસ્સો સામે આવ્યો જેમાં એક દીકરી એ તેની નોકરી નો પહેલો પગાર માતા ના મંદિરે ચડાવા આવી હતી. ત્યારે મણિધર બાપુ એ પૂછ્યું. એટલે દીકરી એ કહ્યું કે, આ મારી સરકારી નોકરીનો પહેલો પગાર છે. મારી માનતા હતી કે, મને સરકારી નોકરી મળશે.
એટલે હું પહેલો પગાર માતાના મંદિરે ચડાવીશ. ત્યારે મણિધર બાપુએ દીકરીના પૈસામાં એક રૂપિયો ઉમેરીને તેને પાછો આપી દીધો અને કહ્યું કે, માતા પાસે સાચા દિલથી પ્રાર્થના કરો એ માતા પુરી કરે છે. માતા પર શ્રદ્ધા રાખજો. બધી મનોકામના પુરી થશે.