મિત્રો આજના આધુનિક યુગમાં ઘણા બધા લોકો ખૂબ જ મોંઘી સંપત્તિ અને વધારે પડતું વૈભવશાળી જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે જેવો પોતાનું જીવન ખૂબ જ સરળ રીતે જીવતા હોય છે. ત્યારે મિત્રો આજે અમે તમને પોરબંદરમાં બનેલા એક કિસ્સા વિશે વાત કરવાના છીએ, આ કિસ્સો ઘણા સમયે પહેલાનો છે.
પરંતુ આ કિસ્સો સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. આ કિસ્સો એક દંપતીનો છે. જેઓ વિદેશમાં પોતાનું વૈભવશાળી જીવન છોડીને ભારત આવીને ખેતી કરવા લાગ્યા. વાત કરીએ તો પોરબંદરના બેરણ ગામના પતિ-પત્ની ઇંગ્લેન્ડમાં ખૂબ જ સારું એવું વૈભવશાળી જીવન જીવતા હતા.
મળતી માહિતી અનુસાર રામદેવ ભાઈ વિરમભાઈ ખુટી બીએસસી અને ઇન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટની અંદર ખૂબ જ સારું એવું કામ કરતા હતા. જ્યારે તેમના પત્ની ભારતીબેન બ્રિટિશની સાથે એરહોસ્ટેસનો કોર્સ કરતા હતા. પછી તેમના દીકરાનું ઓમનો જન્મ થયા બાદ તેઓ પોતાનું વૈભવશાળી જીવન છોડીને પોતાના વતન પાછા ફરવાનું નક્કી કર્યું હતું.
પછી રામદેવભાઈ પોતાની પત્ની અને દીકરા સાથે ઇંગ્લેન્ડ છોડીને પોતાના વતનમાં રહેવા આવી ગયા હતા. આજે તેઓ પોતાના પરિવાર સાથે અહીં વતનમાં ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા છે. અહીં તેઓ ગાય અને ભેંસના શુદ્ધ દૂધ, છાશ તેમજ તાજુ ઘી ખાઈ રહ્યા છે.
ઉપરાંત રામદેવભાઈ અહીં પશુપાલન સાથે જોડાઈ ગયા છે. એટલું જ નહીં તેઓ ગાય ભેંસને દોવાનું અને ઘોડે સવારી જેવા કામ પણ કરે છે. કહેવાય છે કે રામદેવભાઈ પોતાના પરિવાર સાથે સારામાં સારું જીવન જીવવા માટે ઇંગ્લેન્ડમાં પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને અહીં પોતાના પરિવાર સાથે વતન આવી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment