આજે દીકરીઓ પણ બધા જ ક્ષેત્રે દીકરાઓની જેમ ખભે ખભો મિલાવી મહેનત કરતી નજરે પડે છે.એમાં ઘણી દીકરીઓને આપણે જોતા જ હોઈએ છીએ કે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત પણ કરતી હોય છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચતી હોય છે. એવામાં જ આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પંજાબના મોહાલીમાં રહે છે.
તેના વિશે વાત કરીશું તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને આ દીકરી માંથી સૌ કોઈએ પ્રેરણા પણ લેવી જોઈએ. વાત જાણે એમ છે કે આ દીકરીનું નામ પૂનમ હતું આજે આ પૂનમ સારા પગાર વાળી નોકરી છોડીને ગોલગપ્પા વેચી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. આજે પંજાબના દરેક લોકો આ પૂનમને ગોલગપ્પે વાલી દીધી તરીકે જાણે છે.
એટલું જ નહીં પરંતુ ચંદીગઢમાં પૂનમ ગોલગપ્પાની નાની એવી દુકાન પણ ચલાવી રહી હતી તેને સારો એવો અભ્યાસ કરીને ડેન્ટલમાં નોકરી મેળવી હતી છતાં તે મૂકી આજે તે ગોલગપ્પાની દુકાન ચલાવી રહી છે. પૂનમ પહેલા ડેન્ટલ નોકરી કરતી અને સાથે આગળ નો અભ્યાસ પણ કરતી પરંતુ સારી રીતે એ નોકરી સાથે પોતાનો અભ્યાસ કરી શકતી ન હતી.
છેલ્લે તેણે આખો દિવસ અભ્યાસ કરતી અને સાંજે ગોલગપ્પાનું વેચવાનું કામ કરતી જેમાં તેને સારી એવી કમાણી પણ થતી હતી અને જે પૈસા એકત્રિત થાય તેને શિક્ષણ અને અંગત ખર્ચ માટે ઉપયોગ કરતી. આ પૂનમે જણાવતા કહ્યું હતું કે શરૂઆતમાં આ કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું છતાં મેં હિંમત હારી નહીં અને ગોલગપ્પા વેચવાનું શરૂ જ રાખ્યો અને તેણે એવું પણ કહ્યું કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું.
જો તેમાં મન લગાવીને કામ કરવામાં આવે તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકે છે. હાલ તો આ પૂનમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગોલગપ્પા બનાવીને સારી એવી કમાણી કરી રહી છે. પૂનમ ગોલગપાની સાથે સાથે આલુટીકી અને પાપડી ચાટ પણ બનાવી વેચે છે.
હાલ તો દરેક લોકો આ પૂનમને ગોળ ગોપી વાળી દીદી તરીકે ઓળખતા થયા છે ત્યારે આ પૂનમ પાસેથી દરેક લોકોને પ્રેરણા લેવી જોઈએ કે કોઈ કામ નાનું નથી હોતું અને મુશ્કેલીઓનો સામનો કરીને અને મહેનત કરવાથી જરૂર ને જરૂર આપણી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જે હાલ આ પુનમે સાબિત કરીને બતાવી દીધું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment