ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓ બની ગાંડીતૂર, કેટલાય ગામો થયા સંપર્ક વિહોણા

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. જેના કારણે ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ વરસાદે વિરામ લીધા ના દસ દિવસ બાદ પણ હજુ દેવળિયા, પાળીયાદ, રાજપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો રસ્તો બંધ છે. જેના કારણે લોકોને 20 કિલોમીટર ફરીને વલભીપુર થી ભાવનગર જવું પડે છે.

વર્ષોથી વિરામ લીધો હોય પણ ઘેલો નદીના નીર હજુ એમના એમ વહે છે. ભાવનગર જિલ્લાના વલભીપુર ઉમરાળા તેમ જ બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર ,ઘેલો ,કેરી, ઉતાવળી સહિતની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિઓ સર્જાઈ હતી. જેના કારણે ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.

ભાવનગર નજીકના પાળીયાદ દેવળીયા ભાનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવનગર તરફ આવવા જવાનો મુખ્ય રસ્તામાં ઘેલા નદીના પાણી આવી જવાના કારણે બંધ થઈ ગયો હતો.જોકે ગત મહિનાની 7 તારીખે આ વિસ્તારમાં પાણી આવી ગયા હતા ત્યારથી લઈને આજદિન સુધી એટલે કે એક મહિનો વીતી જવા છતાં પણ હજી રસ્તો બંધ છે.

ભાલ પંથકમાં વરસાદે વિરામ લીધા ના દસ દિવસનો સમય વીતી ગયો છે.એક ન્યૂઝ એજન્સી પંથકની ભયંકર પરિસ્થિતિનું હાલ કેમેરો કંડારવા બીજી વખત પહોંચી ત્યારે પણ ઘેલો નદીના નીર માર્ગમાં વિઘ્ન રૂપ બન્યા હતા.પાળીયાદ દેવળીયા ભાનગઢ રાજપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટેના મુખ્ય માર્ગમાં નદીના નીર વહી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*