રાજકોટ(Rajkot) શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની જ પત્નીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે બાઘેશ્વર ધામ(Bagheshwar Dham)ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળીને પત્ની ઘરે આવી રહી હતી.
ત્યારે ઘરે પતિએ ધારદાર વસ્તુ વડે પત્ની ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે પતિ દારુ અને ગાંજાનું સેવન કરીને પોતાની પત્ની સાથે માથાકૂટ કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટના ખોડીયાર પરા વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારના લોકો ગઈકાલે રેસકોર્સ મેદાનમાં બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા સાંભળવા માટે ગયા હતા.
કથા સાંભળીને પરિવારના તમામ સભ્યો ઘરે આવ્યા હતા ઘરે આવીને તેઓ જમવા બેઠા હતા અને પછી બધા પોતપોતાની રીતે સુઈ ગયા હતા. આજરોજ વહેલી સવારના 6:00 વાગી ગયા છતાં પણ અંજલીબેન ઉઠ્યા ન હતા. જેથી બાજુમાં રહેતી તેની બહેને દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાંથી અંજલિનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અંજલી બહેનના બહેને જણાવ્યું કે, આજરોજ છ વાગે અંજલિ ઉઠી ન હતી. સાત વાગી ગયા છતાં પણ તે ઘરમાં હતી. જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે તેના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર મેં જોયું તો મારી બહેન સુધી હતી અને તેને ચાદર ઓઢી હતી.
ચાદર ઉઠાવતા મેં જોયું તો તેના મોઢા ઉપર વાગેલું જોયું અને બહેનનો જીવ તેના જ પતિએ લીધો છે. વધુમાં તેને જણાવ્યું કે, અંજલી નો પતિ અવારનવાર દારૂ અને ગાંજાનું સેવન કરીને બહેન સાથે માથાકૂટ કરતો હતો. અંજલીને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર પણ છે. પિતાના પાપ ના કારણે આજે દોઢ વર્ષના દીકરાને માતાની છત્રછાયા ગુમાવી છે.
જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ પતિ પત્ની વચ્ચે પૈસાને લઈને માથાકૂટ થઇ હતી. ત્યારે ગુસ્સામાં ભરાયેલા પતિએ ધારદાર વસ્તુ લઈને પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. હાલમાં આરોપી પતિ ફરાર છે. પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment