સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા શિક્ષિકાએ સાતમા માળેથી નીચે કૂદીને પોતાનું પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલા શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મહિલાનું મૃત્યુ થતાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા શિક્ષિકાનું નામ પારુલ ગુપ્તા હતું.
આ ઘટના નોઈડાના ગાર્ડનિયા ગ્લોરી સોસાયટીના ટાવર એ-2માં બની હતી. અહીં 47 વર્ષીય પારુલ ગુપ્તા નામની મહિલા ફ્લેટ નંબર 702 માં એકલી રહેતી હતી. પારુલ ગુપ્તાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મંગળવારના રોજ રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટનાની માહિતી પોલીસને મળી હતી.
જાણવા મળ્યું હતું કે એક મહિલાએ સાતમા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસને પારુલ ગુપ્તાના ઘરમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પારુલ ગુપ્તાએ સુસાઇડ શા માટે કર્યું છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પારુલ ગુપ્તાના ભાઈને કેન્સર છે તેવી જાણકારી તેને બે દિવસ પહેલા મળી હતી. ભાઈને કેન્સર છે આ વાતના સમાચાર મળતા જ પારુલ ગુપ્તા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગી હતી. આ કારણોસર પારુલ ગુપ્તાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
પારુલ ગુપ્તા શાળામાં ભૌતિકશાસ્ત્રની શિક્ષિકા હતી. શાળા તરફથી જાણવા મળી રહ્યું છે કે પારુલ ગુપ્તાએ શાળામાંથી પાંચ દિવસની રજા લીધી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરિવારના લોકોને પણ નથી સમજાતું કે દીકરીએ આ પગલું શા માટે ભર્યું હશે. દીકરીના મૃત્યુના કારણે પરિવાર ઉપર આ તૂટી પડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment