AAPમાં જોડાવવા મુદ્દે હાર્દિક પટેલના નિવેદન બાદ, ગોપાલ ઇટાલીયા કહ્યું કે અમારી લડાઇ માત્ર…

Published on: 11:27 pm, Thu, 24 June 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે. ગુજરાતમાં આમ આદમીની એન્ટ્રી થતાં જ રાજકારણ ગરમાયું છે. ત્યારબાદ ભાજપની B ટીમના મામલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને એકબીજા પર આક્ષેપો 100 લગાવી રહી છે.

આજે હાર્દિક પટેલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે. આ ઉપરાંત ભાજપના નેતા ભરત ડાંગર એ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક જ ટીમ છે. તે બાદ ગોપાલ ઇટાલીયા નું નિવેદન સામે આવ્યું.

આ સમગ્ર બાબત પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા કહ્યું કે અમારી લડાઇ માત્ર ભાજપ વિરુદ્ધ છે. તેમજ ગોપાલ ઇટાલીયા કહ્યું કે લોકો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની દાવેદારીની લાઈનમાં ઊભા છે. કોંગ્રેસના અનેક નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની નજરમાં આવવા માટે કોંગ્રેસના નેતાઓ આવું કરી શકે છે. ગોપાલ ઇટાલીયા કહ્યું કે લોકોએ જે પાર્ટીને ડબ્બામા નાખી દીધી છે એવી પાર્ટીના નેતા નિવેદન અમે ધ્યાનમાં લેતા નથી.

રાજ્યમાં થોડાક દિવસોથી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે ત્યારે આજે હાર્દિક પટેલે આ ચર્ચાનો ખુલાસો કર્યો હાર્દિક પટેલે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે હું જ્યાં છું ત્યાં બરાબર જ છું. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે આમ આદમી પાર્ટીએ ભાજપની B ટીમ છે.

તો બીજી તરફ વડોદરામાં ભાજપના નેતા ભરત ડાંગર એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક જ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઇલું-ઇલું ચાલી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "AAPમાં જોડાવવા મુદ્દે હાર્દિક પટેલના નિવેદન બાદ, ગોપાલ ઇટાલીયા કહ્યું કે અમારી લડાઇ માત્ર…"

Leave a comment

Your email address will not be published.


*