વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ પોતાની આમ આદમી પાર્ટીનો ગઢ મોટાભાગના રાજ્યોમાં જમવા માગે છે. થોડાક દિવસો પહેલા જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમની જાહેર કર્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની 182 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહે છે.
તો આજ રોજ અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે આવશે. આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાની ઉપસ્થિતિ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. આ ત્રણ મહિનામાં અરવિંદ કેજરીવાલનો બીજો પ્રવાસ છે.
પંજાબના પ્રવાસ પહેલાં અરવિંદ કેજરીવાલે પંજાબી ભાષામાં ટ્વીટ કરીને કહ્યું કે પંજાબને બદલવા માગું છું. તેમણે લખ્યું હતું કે માત્ર આમ આદમી પાર્ટી જ આશા છે. કાલે અમૃતસરમાં મળીએ છીએ.
અરવિંદ કેજરીવાલે ગુજરાત આવ્યા ત્યારે vtv ના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવી ને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા હવે પંજાબમાં પૂર્વ IPS ઓફિસર કુંવર વિજપ પ્રતાપ સિંહને આમ આદમી પાર્ટીમાં જોડી શકે છે.
વર્ષ 2017 મા થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં બધા પક્ષો વચ્ચે મોટી હલચલ હતી પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 117 સીટો હતી તેમાંથી 77 સીટ પર કોંગ્રેસે કબજો કરીને પોતાની સરકાર બનાવી હતી.
જ્યારે પંજાબમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ 20 સીટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત શિરોમણી અકાલી દળે 15 સીટ પોતાના નામે કરી હતી અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 3 સીટ પર જ વિજય મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment