પત્ની અને બાળકોને ઊંઘની દવા આપીને, ડોક્ટરે ધારદાર વસ્તુ લઈને કંઈક એવું પગલું ભર્યું કે…સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે…

Published on: 12:56 pm, Wed, 25 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઘરમાંથી પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક યુવકે પોતાના બંને બાળકો અને પત્નીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું.

પોલીસની ઘટના સ્થળેથી એક દેશી ધારદાર વસ્તુ પણ મળી આવી છે. આ ઉપરાંત પોલીસને ઘરમાં એક દોરો પણ લટકતું જોવા મળ્યું હતું. વિગતવાર વાત કરીએ તો આ ઘટના હરિયાણાના રોહતકના જીંદ બાયપાસ પર બારસી કોલોનીમાં બની હતી. મંગળવારના રોજ બોડી સાંજે બારસી કોલોનીમાં આવેલા એક મકાનમાંથી એક ડોક્ટર અને તેની પત્ની અને બંને બાળકોના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડોક્ટરે સૌપ્રથમ ધારદાર વસ્તુ વળી પોતાની પત્ની અને દીકરા-દીકરીના ગળા પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો. ત્યાર પછી ડોક્ટરે પોતે સુસાઇડ કરી લીધું. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃત્યુ પામેલા ડોક્ટર વિનોદે લખ્યું છે કે, તેઓ ડિપ્રેશનનો શિકાર છે અને ઘણા સમયથી પરેશાન હતા.

જેના કારણે તેને પોતાના પરિવાર સાથે સુસાઇડ કરી લીધું છે. મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ વિનોદ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. જ્યારે ડોક્ટરની પત્નીનું નામ સોની, 7 વર્ષની દીકરીનું નામ યુવીકા અને 5 વર્ષના દીકરાનું નામ અંશ હતું. સોની અને તેના દીકરા અંશનું મૃતદેહ પલંગ પર પડેલું હતું. જ્યારે દીકરી યુવિકાનું મૃતદેહ ખાટલા ઉપર પડેલું હતું.

જ્યારે ડોક્ટર વિનોદનું મૃતદેહ રૂમમાં સોફા ઉપર પડેલું હતું. પોલીસને ઘટના સ્થળેથી ઊંઘની ગોળીઓ પણ મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર વિનોદ એ સૌ પ્રથમ પોતાની પત્ની અને બાળકોને ઊંઘની ગોળી આપી હતી. તે લોકો સૂઈ ગયા ત્યારબાદ ધારદાર વસ્તુ વડે ત્રણેયના ગળા ઉપર પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો.

ડોક્ટર વિનોદનું મૃત્યુ કેવી રીતે થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસને ડોક્ટર વિનોદના મૃતદેહની નજીકથી દારૂની બોટલ અને કેટલાક ઇન્જેક્શન પણ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ડોક્ટર વિનોદ નો નાનો ભાઈ વિક્રમ જ્યારે તેમના ઘરે આવ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો