ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ : અરવિંદ કેજરીવાલ

Published on: 4:39 pm, Sun, 9 October 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ વલસાડની જાહેર સભામાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું કંઈ પરિવર્તન માટે જેટલા લોકો આવ્યા છે બધાનો આભાર માનું છું અને બધાને વચન આપું છું કે પાર્ટીની સરકાર બન્યા બાદ હું તમારા પ્રેમનો એક એક ઋણ ચૂકવીશ અનેતમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ.

રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજે બે દિવસ ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ દાહોદની જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતાજણાવ્યું કે હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું અને આઇબીનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને એક સર્વે

કરાવ્યો હતો અને આ સરકારી એજન્સી છે અને આઈડિયા કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમા આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને તેઓએ દાવો કર્યો છે કે 94 થી 95 સેટો આવી રહી છે અને આમ આદમી પાર્ટી જીતી રહેશે. તેમને કહ્યું કે ગુજરાતમાં આ વખતે 150 થી પણ વધારે સીટો આવવી જોઈએ જેથી દિલ્હી અને પંજાબના તમામ રેકોર્ડ તૂટી જાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*