સુરત શહેરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 26 વર્ષના યુવકે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે કૂદીને સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે અલગ અલગ ધંધા અને ત્યારબાદ ઓનલાઇનના ધંધામાં નિષ્ફળતા મળતા યુવકે સુસાઇડ જેવું મોટું પગલું ભર્યું છે. બિલ્ડીંગના પાછળના ભાગે યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
ત્યારબાદ સ્થાનિક લોકો યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ અંકિતભાઈ મનહરભાઈ પાદરીયા હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. અંકિત સુરત શહેરમાં યોગીચોક સાવલિયા સર્કલ પાસે શિવપુજન એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે અંકિતે ઘણા અલગ અલગ ધંધા કર્યા પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ તેને ઓનલાઇન નો વેપાર શરૂ કર્યો હતો. પરંતુ આ ધંધામાં પણ અંકિત નિષ્ફળ ગયો હતો એટલે તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. ત્યારે રાત્રિના સમયે અંકિત ઘરે ન આવ્યો એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પરંતુ અંકિત નો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારે જાણવા મળ્યું કે એપાર્ટમેન્ટના પાછળની ભાગમાં અંકિત બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ અંકિતને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા અંકિતને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહી છે કે અંકિતે એપારમેન્ટના ધાબા પરથી નીચે કૂદીને સુસાઇડ કરી લીધું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકિતના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment