હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા તેના બે બાળકો સાથે ઘરની બહાર બનેલા પાણીના ટાંકામાં પડી ગઈ હતી. આ ઘટનામાં ટાંકામાં પાણી ઓછું હોવાના કારણે મહિલાનો જીવ બચી ગયો છે, પરંતુ ઘટનામાં તેના બંને બાળકોના મોત થયા છે. તો ચાલો જાણીએ મહિલાએ આવું મોટું પગલું શા માટે ભર્યું?
આ ઘટના રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચિતલવાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર અહીં કુંડકી ગામમાં 23 વર્ષીય સોહની બિશ્નોઈ નામની મહિલાએ પોતાના બે બાળકો સાથે પાણીના ટાંકામાં કૂદીને જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં સોહનીનો જીવ બચી ગયો છે પરંતુ બંને માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વિગતવાર વાત કરીએ તો સોહનીને તેના પતિ સચિન સાથે ઝઘડો થઈ ગયો હતો. જેના કારણે રાત્રે બધા ઘરમાં સૂઈ ગયા પછી સોહની પોતાની 4 વર્ષની દીકરી સમીક્ષા અને 8 મહિનાના દીકરા અનુભવ સાથે પાણીના ટાંકામાં કૂદી જાય છે. સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આસપાસના લોકોને આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.
ત્યારબાદ ત્રણેયને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે, જ્યારે બંને બાળકોના મોત થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, સોહની છેલ્લા એક વર્ષથી આબુરોડમાં રહીને B.EDનો અભ્યાસ કરતી હતી. બે દિવસ પહેલા જ તે સાસરે આવી હતી. પ
ડોશીના જણાવ્યા અનુસાર પતિ પોતાની પત્નીની ચારિત્ર પર શંકા કરતો હતો, જેને લઈને બંને વચ્ચે બે દિવસથી વિવાદો ચાલી રહ્યા હતા. આ દરમિયાન પતિએ પોતાની પત્ની સાથે મારપીટ પણ કરી હતી અને તેનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો.
ત્યારે રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મહિલાએ ઘરથી 200 મીટર દૂર આવેલા પાણીના ટાંકામાં પોતાના બાળકો સાથે કૂદીને જીવ દુકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બે માસુમ બાળકોના મોત હતા. પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને મહિલાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment