દેશભરના વિવિધ વિસ્તારોમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના આઠ મહિના બાદ એક પતિ-પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર પત્નીએ ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.
જ્યારે પતિએ ફરજ પર પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના ઉપર ગોળી ચલાવીને સુસાઇડ કર્યું હતું. બંને સુસાઇડ જેવું મોટું પગલું શા માટે ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.
આ ઘટના મંગળવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. પતિ-પત્નીનું મોત થતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષનો રાજેન્દ્ર યાદવ નામનો વ્યક્તિ BSF હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. રાજેન્દ્ર યાદવના લગ્ન 22 ફેબ્રુઆરી 2023ના રોજ અંશુ નામની યુવતી સાથે થયા હતા.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ 12:00 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યોને માહિતી મળી કે અંશુએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. પછી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અંશુએ સુસાઇડ કરી લીધું છે તેની રાજેન્દ્રને કોઈ પણ પ્રકારની માહિતી હતી નહીં.
ત્યારે પરિવારના સભ્યોને જાણવા મળ્યું કે, રાજેન્દ્ર એ પોતાની સર્વિસ રિવોલ્વર વડે સુસાઈડ કરી લીધું છે. બંને આ પગલું શા માટે ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ઘટનાને લઈને મૃતકોના પરિવાર જન્મે જણાવ્યું કે બંને વચ્ચે કોઈ પણ પ્રકારના હતા અને બંને એકબીજા સાથે સરખી રીતે વાત પણ કરતા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને બંનેના સુસાઇડ પાછળનું કારણ જાણવાની પણ કામગીરી શરૂ થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment