પાણી પીવડાવીને 4 થી 5 યુવકો એક યુવક સાથે કર્યું એવું કે, યુવકનું મૃત્યુ…જુઓ વિડિયો

112

રાજસ્થાનના હનુમાનગઢની એક શરમ જનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં પ્રેમપુરા ગામમાં પાંચ યુવકોએ એક યુવકને ધોકાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 7 ઓક્ટોબરના રોજ બની હતી. અહીં કેટલાક યુવકો જગદીશ નામના એક યુવકને લાકડીઓથી ધોકાવ્યો હતો.

સૌપ્રથમ યુવકને જમીન પર પાડી દે છે અને ત્યારબાદ એક યુવક જગદીશની ગરદન તેના ઘૂંટણ નીચે દબાવી દે છે અને બાકીના યુવકો લાકડી વડે જગદીશને ધોકાવે છે. ત્યારે વચ્ચે યુવકો જગદીશ ને ઉભો કરે છે અને તેને પાણી પણ આપે છે ત્યારબાદ ફરીથી ધોકાવે છે.

આ ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા ત્રણ યુવકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જગદીશ નો જીવ લીધા બાદ જગદીશ મૃતદેહ તેના ઘરની બહાર ફેંકી દીધું હતું.

ઘટનાની જાણ પોલીસે આ ઘટનાને લઇને 11 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર જગદીશનો જીવ પ્રેમ પ્રકરણમાં લઈ લેવામાં આવ્યો છે.

આ ઘટના બનતા જ જગદીશના પરિવારના લોકો તારે ગુસ્સામાં ભરાયા હતા જે કારણોસર તેમને બે દિવસ સુધી તો જગદીશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. વાયરલ થયેલા વિડિયો માં આરોપીના ચહેરા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.

છતાં પણ પોલીસે તેમની ધરપકડ ન કરી હતી. તે કારણોસર જગદીશ ના પરિવાર ને શનિવારના રોજ આંદોલન કર્યું હતું. અને ત્યારે પોલીસે દબાણ વધતા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!