હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મેહુલ બોધરાનું ઢોલ-નગારા સાથે ઘરે સ્વાગત કરવામાં આવ્યું, મેહુલ બોઘરાએ પોતાના સમર્થકોને કહ્યું કે…જુઓ વિડિયો

સુરતમાં સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોક થી 50 મીટરના અંતરે એડવોકેટ મેહુલ બોઘરા ઉપર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એડવોકેટ મેહુલ બોઘરાના માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

મેહુલ બોઘરાના માથાના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા છે. એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, અહીં ટ્રાફિક પોલીસ અને ટી આર બી રીક્ષા તાલુકો પાસે તોડ કરી રહ્યા છે. આ વાતની જાણ થતા જ એડવોકેટ મેહુલ બોઘરા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તેમને હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતા ઉસકેરાયેલા સાજન ભરવાડે તેમના પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ સાજન ભરવાડ, ત્રણ પોલીસ કરવી તથા ત્રણ લોકો સામે આઇપીસી 302નો ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત એડવોકેટ મેહુલ બોઘરા ઉપર એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહે છે. ત્યારે એડવોકેટ મેહુલ બોઘરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાં રજા આપ્યા બાદ તેમનું ઘરે ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમનું સ્વાગત કરવા માટે તેમના ઘરે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પહોંચી ગયા હતા. એડવોકેટ મેહુલ બોઘરાને હાર પહેરાવીને તેમનું ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. તેમના સમર્થકો નારા લગાવી રહ્યા હતા કે “મેહુલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”

ત્યારબાદ એડવોકેટ મેહુલ બોઘરાએ ત્યાં હાજર લોકો સાથે વાત કરતા કહ્યું કે, જે લોકોએ મને સપોર્ટ કર્યો છે, તે સર્વ જનતાનો અને મારા પરિવારજનોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. વધુમાં મેહુલ બોઘરા એ કહ્યું કે, આવા નાના મોટા પ્રહારો થતા રહેશે એનાથી મેહુલ બોઘરાને કોઈ ફરક નથી પડતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*