પોલીસ ઓફિસર બન્યા બાદ પોલીસની વર્દી પહેરીને પોતાની શાળામાં પહોંચીને, પોતાના ગુરુના પગે પડીને આટલા રૂપિયા આપ્યા….

Published on: 5:56 pm, Wed, 1 June 22

આજના યુગમાં શિક્ષણ એ પાયાનું મહત્વ ધરાવે છે અને લોકો તેમના જીવનમાં અભ્યાસ કરીને જ આગળ વધતા હોય છે. અને લોકોને તેમના જીવનમાં સારી એવી નોકરી કે ધંધો મળે તેવા હેતુથી સારો એવો અભ્યાસ કરતા હોય છે. ત્યારે ઘણા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે જેમાં માણસ પોતાની સફળતા મેળવે.

ત્યારે તેમની સફળતા પાછળ મહેનત કરતા શિક્ષકોને તેઓ ખુશી ખુશી કોઈ પણ ભેટ આપવા દોડી જતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક જે શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે તેના શિક્ષકને તે પોલીસ અધિકારી બની ગયો.

તેથી પોતાની શાળા એ આવીને શિક્ષકોને વંદન કર્યા ત્યારે શિક્ષકો ખુબ ખુશ થઇ ગયા હતા. આ કિસ્સામાં યુવક પોલીસ અધિકારી બની ગયો ત્યારે જે શાળામાં અભ્યાસ કરતો હતો અને જે શિક્ષક પાસે અભ્યાસ કર્યો હતો તેને મળ્યો ત્યારે શિક્ષકોને ખુશીનો પાર ન રહ્યો.

શિક્ષકોને વંદન કરીને આશિર્વાદ લીધા ત્યારે શિક્ષકો ખૂબ ખુશ થઈ ગયા હતા. યુવકની મહેનત રંગ લાવી તેની પાછળ તેણે શિક્ષકોના આશીર્વાદ લેવા પોતાની શાળાએ પહોંચી ગયો હતો. આ યુવક પોલીસ ઓફિસર નું નામ સુનીલ વોરા છે. જે એક સ્કૂલમાં બાળકોને લેક્ચર આપવા માટે ગયો હતો.

ત્યારે અહીંયા તેઓએ લેકચર પૂરું કર્યું એટલામાં મહિલા શિક્ષિકાએ તેમને 1100 રૂપિયા ભેટમાં આપ્યા હતા. અને ગૌરવ અનુભવ્યું હતું. તેમના શિક્ષકો પૈકી એક મહિલા શિક્ષક વિદ્યાર્થીને જોઈ ને ખુશ થઇ ગયા હતા અને વિદ્યાર્થીઓ પાછળની મહેનત જે સાચી સાર્થક થઇ હતી.

આ પોલીસ ઓફિસરની સફળતા માટે શિક્ષિકાએ ખુશ થઈને 1100 રૂપિયા ભેટમાં આપ્યા હતા, ત્યારે હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી સન્માન કર્યું હતું. કહેવાય છે કે ગુરુ કરતાં ચેલો બે કદમ આગળ હોય છે, ત્યારે આ કહેવત ખરેખર સાચી પુરવાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!