સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે એવામાં ગરમીથી રાહત મેળવવા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે તેમ છે ત્યારે રાજ્યના હવામાન વિભાગના નિષ્ણાત એવા કાળા ભાઈ ભુરાભાઈ એ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે તમને જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસાના વરસાદના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામના કાળા ભાઈ ભૂરા ભાઈ આહીર આગાહી કરે છે.
તેઓ 40 વર્ષથી આવી આગાહી કરતા આવે છે ત્યારે કહી શકાય કે તેમને 40 વર્ષનો મોટો અનુભવ છે. એવામાં જ એક વાત નોંધાવી હતી કે જેમાં 2012 ની અંદર સરકારે દુષ્કાળ જાહેર કર્યો હતો ત્યારે પણ કાળુભાઈ એવી આગાહી કરી હતી કે કોઈપણ મિત્રો તેમના ઢોર ને છોડતા નહીં કેમકે સમગ્ર પંથકમાં વરસાદ વરસવાનો છે આગાહી પણ તેમની સાચી પડી હતી.
ત્યારે વાત કરીશ તો ગુજરાત રાજ્યની કે જ્યાં સતત 19 દિવસ વરસાદ વરસ્યો હતો અને કાળા ભાઇની આગાહી સાચી ઠરી હતી અને હાલ પણ તેમણે આગાહી કરી છે કે જેઠ મહિના પહેલા પખવાડિયાથી એટલે કે બે જૂનથી 15 જૂન સુધી મુશળધાર વરસાદ છે જેઠ મહિનાના છેલ્લા પખવાડિયામાં 17 જૂનથી 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અષાઢ મહિનાની વાત કરીએ તો અષાઢ મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે તારીખ 8 જુલાઇથી 12 જુલાઇ સુધી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે. ત્યારે સાથે સાથે અમે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે.
જેમાં 25 મેથી 4 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ રહેલી છે અને 15 જૂનની આસપાસ ના સારા વરસાદની શક્યતા છે. 18 મી થી 6 જૂન સુધી ચક્રવાતની શક્યતાને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે કહી શકે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડું આવે તેવી પણ શક્યતાઓ થઈ છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
તેમાં આગામી દિવસોમાં માવઠું પણ થઈ શકે છે. જેનાથી કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1600 કિલોમીટર લાંબો છે ત્યારે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતને થઈ શકે તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment