આપ ની જાહેરાત બાદ ભાજપ કોંગ્રેસ માં સામ સામે ચાલુ થઈ…

આજે દિલ્હીના મુખ્યમંત્રી અમદાવાદની મુલાકાતે એક પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત એક પ્રેસ કોન્ફરન્સમાં vtv ના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવી પણ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે આગામી તમામ બેઠકો પર 2022 વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેના કારણે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોપી ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે ભાજપ દરેક ચૂંટણી પોતાના બળે જ લડે છે ભાજપ ને કોઈપણ પ્રકારના અન્ય પક્ષની જરૂર નથી.

અમે કામ કરીએ છીએ તે માટે અમે જનતાના આશીર્વાદ મળ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બીજી ટીમ ગણાવી છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ ભાજપનો જ એક ભાગ છે. ભાજપને ફાયદો થાય તે માટે આમ આદમી પાર્ટીની એન્ટ્રી કરવામાં આવી છે.

આ ઉપરાંત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાતમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા ભાજપની વિરુદ્ધ માં કોઈ વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા ભાજપ નો વિકલ્પ કેવી રીતે બની શકે. એક જ વિકલ્પ છે કોંગ્રેસ એ જ રહેવાનું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*