પોપટભાઈના એક વિડીયો બાદ ગામડું છોડીને સુરતમાં કમાવા આવેલી ત્રણ બહેનોની જીંદગી બદલાઈ ગઈ, આખું પરિવાર 3 બહેનો પર…

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ લોકોને ઘર સંસાર ચલાવવા માટે મહેનત કરવી પડે છે. ત્યારે આપણે આજે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે થોડા દિવસો પહેલા પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા ત્રણ બહેનોને મદદ કરવામાં આવી અને સમાજ માં માનવતા મહેકાવી. આ ત્રણે બહેનો દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવાન બનીને પોપટભાઈ ફાઉન્ડેશન આવ્યા છે.

અને મદદ કરી છે, ત્યારે વાતવાતમાં કહ્યું હતું કે ત્રણ બહેનોના પિતાને કંઈક વાગી ગયું હોવાથી તેઓ ખાટલામાંથી ઊભા થઈ શકતા ન હતા. અને ભાઇ પણ ગંભીર હોવાથી તેનું ઓપરેશન કરવાની જરૂર પડી હતી. તેવામાં એ જવાબદારી ત્રણ બહેનો પર આવી પહોંચી હતી. તેથી તેઓ ગામડું છોડીને સુરત કમાવા માટે આવ્યા. આખું પરિવાર આ 3 બહેનો પર નિર્ભર હતી. ત્યારે ત્રણ બહેનો સુરત કમાવવા માટે પણ આવી હતી.

છતાં પણ પહોંચી ન વળતા પોપટભાઈ ફાઉન્ડેશન વાળા તેમની મદદ માટે આવે છે. અને તેમની આગળની પોસ્ટમાં પણ તેમણે જણાવ્યું હતું કે પોતે મદદ કરે છે. અને આ વિડિયો દ્વારા બધા જ લોકોને વિનંતી કરે છે. અને આગળ ને આગળ આ વિડિયો શેર કરાવીને કોઈપણ વ્યક્તિને જરૂરિયાત હોય તો એ પણ લોકો સંપર્ક કરીને મદદ લઈ શકે છે. બહેનોની મદદે ઘણા લોકો આવ્યા હતા.

પરંતુ હવે પોપટભાઈનો નવો વિડીયો આવ્યો છે. જેમાં પોપટભાઈ લાંબા સમય બાદ બે બહેનોની મુલાકાત કરવાં આવ્યાં. એ બહેનોને જણાવતા કહે છે કે તમે આવ્યા પછી અમારા ઘરે ઘણા લોકો આવ્યા અને ઘરના વાસણ પણ લઈ આવ્યા છે. એટલું જ નહીં પરંતુ ઘરનું કરિયાણુ પર લઇ આપ્યું. સાથે-સાથે પોપટભાઇ પણ ત્રણે બહેનો માટે સરપ્રાઇઝ લઈને આવતા નજરે પડ્યા છે, ત્યારે આવી મદદ કરનારાને તો આપણે ભગવાન સ્વરૂપ માની શકીએ.

એટલું જ નહીં પરંતુ ભગવાન બનીને આવેલા પોપટભાઈ એ આ બહેનોને 51હજાર રોકડ રકમ આપી અને એ પૈસાની મદદ હાર્દિકભાઈ અને તેમના અન્ય મિત્રો દ્વારા કરવામાં આવી હતી. ત્રણ બહેનો હોવાથી તેમનો ભણવાનો ખર્ચ અને ભાઈ ના ઓપરેશન ને લઈ ને લગતો ખર્ચ પહોંચી વળાય તેમ ન હતો. તેથી તેમના મિત્રો દ્વારા પણ નાની તો નાની મદદ કરવામાં આવી અને સમાજમાં માનવતા મહેકાવી.

આપણે સૌ જાણીએ છીએ કે આવું એક નહીં પરંતુ અનેક લોકો એવા છે કે જેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ થઈ શકે એ માટે આવા વીડિયો શેર કરે છે. અને જ્યારે પણ કોઈ જરૂરિયાત મંદ લોકો ને થાય એટલી મદદ કરવાથી પુણ્ય નું કામ કરી શકાય. અને મિત્રો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે, અને એને લઈને લોકો આ વિડીયો માંથી પ્રેરણા લે અને થાય એટલી મદદ કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*