બે બાઈક વચ્ચે ટક્કર થયા બાદ પાછળથી આવતી બસે બંને બાઈકને જોરદાર ટક્કર લગાવી, 4 મહિનાની બાળકી સહિત 4 લોકોના મૃત્યુ…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી લેશે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે અજમેર જિલ્લાના સરવડ નજીક ફતેગઢ ઇન્ટરસેક્શન પાસે રોડવેઝ બસની ટક્કરના કારણે બે બાઈક પર સવાર ચાર લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા લોકોમાં એક ચાર મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સૌપ્રથમ પહેલા બન્ને બાઈકો સામસામે અથડાય અને પછી રોડવેઝ બસે બંને બાઈકને અડફેટેમાં લીધા હતા.

બસ ચાલક બંને બાઈકને અડફેટેમાં લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોદી સાંજે અજમેર રોડ પર જય ભૈરવ પેટ્રોલ પંપ પાસે બની હતી.

અહીં સૌપ્રથમ બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ત્યારે નસીરાબાદ તરફથી આવી રહેલી મધ્યપ્રદેશની રોડવેઝ બસે બંને બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક પર સવાલ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુના સમાચાર સાંભળીને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી આવ્યા હતા.

આ ઘટનામાં એક ચાર મહિનાની બાળકીનું કરુણ મૃત્યુ થયું છે. બાળકીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના બેહાલ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં બસે 7 જેટલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે અને બાકીના ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*