ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાપડના વેપારી સગાઈના આઠ દિવસ બાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારના રોજ રાત્રે ભોજન કર્યા બાદ વેપારીએ ઝેરી દવા પી લીધી હતી.
ત્યારબાદ પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. આ ઘટના ઇંદોરના દ્વારકાપુરી વિસ્તારમાંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ સંદીપ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. સંદીપ એ ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો સંદીપને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં આજરોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન સંદીપનું મોત થયું હતું.
દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલો સંદીપ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. સંદીપ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. જાણવા મળી રહ્યું છે કે લગભગ આઠ દિવસ પહેલા જ સંદીપની સગાઈ કરવામાં આવી હતી. સંદીપને પણ છોકરી ગમતી હતી.
દિવાળી પછી સંદીપના લગ્ન કરવાનું નક્કી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સંદીપને કોઈ પણ પ્રકારનો તણાવ ન હતો. તેમ છતાં પણ સંદીપે સુસાઈડ શા માટે કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત સંદીપ પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment