પ્રેમ લગ્નના 24 દિવસ બાદ યુવકે વિડીયો બનાવીને સુસાઇડ કર્યું, મૃત્યુ પહેલા રડતા રડતા એવું કહ્યું કે…. જુઓ સુસાઈડ પહેલાનો વિડિયો…

Published on: 11:49 am, Tue, 21 March 23

મિત્રો દેશભરમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં પ્રેમ સંબંધમાં યુવાન અથવા તો યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પ્રેમ લગ્નના 24 દિવસ બાદ એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા યુવકે 4 મિનિટ અને 15 સેકન્ડનો એક વિડિયો પણ બનાવ્યો હતો જેમાં યુવક રડતા રડતા એક છોકરીનો ફોટો બતાવતો હતો અને કહેતો હતો કે, આ છોકરી સાથે કોયલ લગ્ન ન કરવા જોઈએ. તેને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે યુવકે 23 ફેબ્રુઆરીના રોજ ગાઝિયાબાદના મોડલ ટાઉન વિસ્તારના આર્ય સમાજ મંદિરમાં યુપી સાથે લગ્ન કર્યા હતા.

મૃત્યુ પામેલા યુવકનું નામ ખારવેશ છે અને તેની ઉંમર 24 વર્ષની છે. આ ઘટના મથુરામાં બની હતી. યુવકે કૃષ્ણનગર સ્થિત દ્વારકાધીશ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. આ ફ્લેટ મૃત્યુ પામેલા યુવકના મિત્રોનો છે. 18 માર્ચના રોજ મૃત્યુ પામેલો યુવક અહીં રહેવા માટે આવ્યો હતો.

સોમવારના રોજ જ્યારે મિત્રો બહાર ગયો ત્યારે પાછળથી યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિગતવાર વાત કરીએ તો સોમવારના રોજ મોડી સાંજે મિત્ર ઘરે પાછો આવ્યો ત્યારે રૂમનો દરવાજો બંધ હતો.

તેને રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં પછી તેને બારીમાંથી જોયું ત્યારે તેના મિત્રનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર પછી તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પોલીસને તપાસ દરમિયાન યુવક પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો જેમાં એક વિડિયો પણ હતો. યુવકે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી અને આ ઉપરાંત યુવક વીડિયોમાં એક છોકરીનો ફોટો બતાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે આને મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વીડિયોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો