હાલમાં તો ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ સાળંગપુર મંદિરની જે ચર્ચાઓ ચાલી રહી છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલા ભીંતચિત્રો વિશે લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદને લઈને સનાતન ધર્મના સાધુ-સંતો અને મહંતોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિવાદને લઈને ઘણા બધા લોકોએ પોતાના નિવેદનો આપ્યા છે.
ત્યારે આ મામલા પર સુરત શહેરના એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાનું નિવેદન આપ્યું છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એડવોકેટ મેહુલ બોઘરા કહે છે કે, આજકાલ આપણે જે facebook પર ગંધ મચાવી છે. Facebook ખોલવાની ઈચ્છા થતી નથી. ધર્મના નામે આપણે સૌ આંતરિક લડાઈ કરવામાં વ્યસ્ત છે ને ત્યારે મને એવું થયું એકવાર facebook ઉપર મારો એક મંતવ્ય આપું, જેનાથી થોડું ઘણું પણ પાંચ દસ ટકા લોકોમાં ફરક પડતો હશે ને તો આ મારો વિડિયો હું સક્સેસ ફૂલ માનીશ.
ધર્મની લડાઈમાં કોઈ જગ્યાએ આપણે માણસાઈનો ધર્મ અને માનવતાનો ધર્મ નેવે મૂકી રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિએ ભગવાન એના કર્મથી બને છે, એના ધર્મથી નહીં. હરેક ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે અને મનુષ્ય અવતાર લીધા પછી એમના કર્મથી તેઓ ભગવાન બન્યા છે.
વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું કે, જ્યારે એક કુટુંબમાં આંતરિક વિવાદો થાય ત્યારે તેનું સમાધાન બંધ બારણે કુટુંબની અંદર થઈ જવું જોઈએ. જ્યારે એ ઝઘડાઓ કુટુંબની બહાર પહોંચેને ત્યારે કેટલાક લોકો તેમની મજા લે છે તે યાદ રાખજો. અત્યારે હું સોશિયલ મીડિયા જોઉં છું ત્યારે ઘણા બધા લોક સાહિત્યકારો અને કલાકારો આવીને ગમે તેવી ટીપણીઓ કરી રહ્યા છે. તે લોકો આ વસ્તુનું સોલ્યુશન નીકળે તેવો પ્રયત્ન નથી કરતા, પરંતુ માત્રને માત્ર થોડા ઘણા વ્યુ અને લોકચાહના માટે ધર્મને વધારે વિખવાદમાં નાખવામાં આવી રહ્યો છે.
એડવોકેટ મેહુલ બોઘરા કહે છે કે, ભગવાનને ભગવાનની રીતે રહેવા દો, ઉપરથી જ્યારે સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી જોતા હશે ને, અમારા નામ ઉપર આ સાલાઓ આ રીતે ઝઘડે છે, ત્યારે એમને પણ દુઃખ થતું હશે. એ હું તમને ખાતરીથી કહું છું. આ ઉપરાંત એડવોકેટ મેહુલ બોઘરાએ ઘણું બધું કીધું હતું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment