સુરતમાં દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ જાણીને આજરોજ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર કોર્ટ દ્વારા દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને 69 દિવસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ આરોપીઓની સજા સંભળાવશે.
આરોપી ફેનીલને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ કેટલાક સવાલો પૂછ્યા હતા. કોર્ટ દ્વારા આરોપી ફેનીલને પૂછવામાં આવ્યું હતું કે, તમને મૃત્યુદંડ કેમ ના આપવો? તમે નિર્દોષ યુવતીનો જીવ લીધો છે. કોર્ટે કહ્યું કે, જો તમે ધારદાર વસ્તુથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમ થી તમારો વધ કેમ ન કરે?
ત્યારે કોર્ટે પૂછેલા એક પણ સવાલનો જવાબ ન આપ્યો. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, સજા મળે તે પહેલા કોર્ટ સમક્ષ તમે તમારી અંતિમ વાત મૂકી શકો છો. વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે, તમારે અંતિમ કહેવું હોય તો કહી શકો છો. પરંતુ ફેમિલી કોર્ટમાં કંઈ પણ ન બોલ્યો.
કોર્ટની આ વાત એવી સાબિત થાય છે કે, આરોપી ફેનીલને કોર્ટ લગભગ ફાંસીની સજા સંભળાવી શકે છે. સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના પરિવારજનો સામે જ જીવ લઇ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ ગુજરાતની જનતાના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. 6 એપ્રિલના રોજ આ કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. મળતી માહિતી મુજબ 16 એપ્રિલના રોજ કોર્ટ આરોપી ફેનીલને સજા સંભળાવવાનું હતું.
પરંતુ બચાવ પક્ષના વકીલ હાજર ન રહેવાના કારણે 21 એપ્રિલે સુનાવણી મુલતવી રાખી હતી. આજરોજ સવારે આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લગભગ આજરોજ ફેનીલ ગોયાણીને સજા સંભળાવી શકે છે. સરકાર પક્ષનું કહેવું છે કે આરોપી ફેનીલ ગોયાણી અને કડકમાં કડક સજા થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment