આરોપી ફેનીલ ગોયાણી માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ” પેલીનો જીવ લઈ લેવાનો” મેસેજ કર્યો હતો, આ અંગે એફ.એસ.એલ.ના અધિકારીની…

Published on: 12:19 pm, Sat, 26 March 22

સુરતમાં પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના જ પરિવાર સામે જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આરોપી ફેનીલ ગોયાણી સામે ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. એફએસએલના અધિકારીઓની અધૂરી રહેલી જુબાનીઓ પૂરી થતાં સરકારી પક્ષનો પુરાવો પણ પૂર્ણ થયો છે.

આગામી 29 માર્ચના રોજ આરોપી ફેનીલ ગોયાણી ફર્ધર સ્ટેટમેન્ટ તથા 30 માર્ચના રોજ આ કેસમાં સરકારી પક્ષ અને બચાવપક્ષની દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે. ફેનીલએ માનેલી બહેનને ઇન્સ્ટાગ્રામમાં ” પેલીનો જીવ લઈ લેવાનું” મેસેજ કર્યો હતો આ અંગે એફએસએલના અધિકારીઓની વધુ જુબાની લેવામાં આવી હતી.

એટલું જ નહિ પરંતુ મોબાઇલ વીડિયો ક્લિપ ઓરિજનલ હોવાની ગઈકાલે જુબાની આપવા માં આવી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ગ્રીષ્માને ઇન્સ્ટાગ્રામ પર કરેલા મેસેજના અંગે વધુ એક એફએસએલના અધિકારીને સાક્ષી તરીકે આજે તપાસ્યા હતા.

સરકારી પક્ષે 109 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારી પક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. આ કેસની આગળની કાર્યવાહી 29 માર્ચના રોજ રાખવામાં આવી છે. 29 માર્ચના રોજ આરોપી ફેમિલી ગોયાણીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવશે. 30 માર્ચના રોજ દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે.

આરોપી ફેનીલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરીયા નો જીવ લઈને પોતાના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે મેં હોલી નો જીવ લઈ લીધો છે. તું જલ્દી આવી આવ એમ જણાવતો ફોન કર્યો હતો. સાથે આરોપી ફેનીલ ગોયાણી માનેલી બહેનને પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે આજે હું પેલીનો જીવ લઈ લેવાનો છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આરોપી ફેનીલ ગોયાણી માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ” પેલીનો જીવ લઈ લેવાનો” મેસેજ કર્યો હતો, આ અંગે એફ.એસ.એલ.ના અધિકારીની…"

Leave a comment

Your email address will not be published.


*