ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં આરોપીએ સુસાઇડ કરી લીધો છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગાળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુસાઇડ કરનાર યુવકનું નામ ગોલાભાઈ પાટડીયા છે. તેમને પોલીસ કસ્ટડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગોલાભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. ત્યારે તમને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા નાયાબ પોલીસ અધ્યક્ષ એચ.પી. જોશી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ ઘટનામાં પગલે પોલીસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ગોલાભાઈ નામના યુવકને અરજીના કામે પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે અહીં તેમને કસ્ટડીમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.
યુવકે કયા કારણોસર સુસાઇડ કરી લીધું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવકનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment