હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદને લઇને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, આગામી દિવસોમાં વરસાદની સંભાવના…

Published on: 10:09 am, Tue, 29 June 21

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર નબળું થતું જાય છે. વરસાદનું જોર નબળું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થશે. આગામી એક અઠવાડિયા માં સમગ્ર દેશભરમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આજથી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા નું પ્રમાણ ઓછું થયું છે. આગામી એક અઠવાડિયામાં ભારે વરસાદની કોઈ પણ સંભાવના નથી દેશના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે દેશમાં 16 જૂનથી ચોમાસાની સ્થિતિ માં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આગામી 24 કલાક ની વાત કરીએ તો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મરાઠવાડા વગેરે વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

ઉપરાંત ઉત્તરાખંડ, બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, ગોવા, કેરળ, ગુજરાત વગેરે રાજ્યોમાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી એક અઠવાડિયા પછી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કારણકે હાલમાં દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ રાજ્યના દરિયા કિનારાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ખેડૂતોને આ સમયે પાકની વાવણી કરવાનો હોય છે. એવા સમયમાં વરસાદની સંભાવના ઓછી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદને લઇને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, આગામી દિવસોમાં વરસાદની સંભાવના…"

Leave a comment

Your email address will not be published.


*