ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં પડ્યો વરસાદ…

Published on: 10:01 pm, Sun, 11 July 21

ગુજરાતમાં જૂન મહિનાના અંતમાં વરસાદે વિરામ લીધો હતો ત્યાર બાદ ફરી એક વખત રાજ્યમાં વરસાદ એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે શનિવારે રાજ્યના 156 તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો.

રાજ્યમાં વરસાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે ફરી એક વખત વરસ્યો હતો તેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજ્યમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ ખાબકયો છે નીચાણવાળા વિસ્તારોને દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું.

ઉપરાંત દાહોદમાં બે ઇંચ વરસાદ, ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ, ડાંગમાં સવા ત્રણ ઇંચ વરસાદ, સુરતમાં 2.5 વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 જુલાઇ દરમિયાન સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 12 થી 13 જુલાઈ વચ્ચે મધ્યમ વરસાદ પડી શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી સામાન્ય વરસાદ ખાબકી શકે છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ 11 જુલાઈથી 20 જુલાઈ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં પડ્યો વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*