ઢોલ વગાડવા જતા 2 જુડવા ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત, બંને ભાઈના કરૂણ મૃત્યુ, એક સાથે બંને ભાઈની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

ઉપલેટામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે જુડવા ભાઈના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર એક કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે જુડવા ભાઈઓના કરૂણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને બાળકોની માતા હયાત નથી અને તેના પિતા માનસિક રીતે દિવ્યાંગ છે. આ અકસ્માતની ઘટનાઓ ઉપલેટના ગણોદ અને વાડાસડા ગામે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતની ઘટનામાં મહેશ ચૌહાણ અને મનોજ ચૌહાણ નામના બે જુડવા બાળકોના કરૂણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર મહેશ, મનોજ અને અન્ય એક યુવાન જમજોધપુરના ગોપ ગામેથી તરસાઇ ગામે ઢોલ વગાડવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતના પગલે એક સાથે જન્મ લેનાર બંને ભાઈઓએ સાથે દુનિયાને અલવિદા કહી દીધી હતી.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બંને ભાઈની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર બન્ને ભાઈઓ નાગજી લાલા નામના યુવક સાથે ત્રીપલ સવારી બાઈકમાં કાલે રાત્રે જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઇ ઢોલ વગાડવા માટે જતા હતા.

ત્યારે રસ્તામાં ગણોદ અને વાડાસડા વચ્ચે પુરપાટ ઝડપે આવતી કારના ડ્રાઈવરે જોરદાર બાઇકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈ ગયા હતા. આ ઘટનામાં મનોજ ચૌહાણ અને મહેશ ચૌહાણ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે નાગજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. એક સાથે જન્મ લેનાર ભાઈઓ એક સાથે દુનિયાને અલવિદા કહી દીધી હતી આ કારણોસર પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*