હરિદ્વારથી અસ્થિનું વિસર્જન કરીને પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, પરિવારના 5 સભ્યો સહિત 6 લોકોના કરૂણ મૃત્યુ…

દેશમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે બનેલી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર હરિદ્વાર અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

અકસ્માતની ઘટના હરિયાણા જીંદમાં બની હતી. મળતી માહિતી અનુસાર પરિવાર હરિદ્વારથી અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે કૈથલ રોડ પર કંડેલા ગામ પાસે પરિવારનો ટેમ્પો ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ સહિત છ લોકોનાં કરૂણ મૃત્યુ થયા છે.

અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર પરિવાર સોમવારના રોજ અસ્થિ લઈને હરિદ્વાર ગયું હતું. અસ્થિ વિસર્જન કરીને પરિવાર પરત ફરી રહ્યું હતું.

ત્યારે સામેથી આવતા ટ્રકે પરિવારના પીકઅપ વાહનને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પીકઅપ વાહનનો આગળ ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય ચન્નો, 39 વર્ષીય શિશુપાલ, 15 વર્ષીય અંકુશ, 70 વર્ષીય ધન્ના અને 65 વર્ષીય સુરજીદેવીનું કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં અન્ય એક પંજાબના સંબંધીનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર પરિવાર સુરજી દેવીના પતિની અસ્થિનું વિસર્જન કરવા માટે હરિદ્વાર ગયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકને કબજે લઇને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. એક જ પરિવારના 5 સભ્યોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*