હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સિહોરમાં બની હતી. સિહોરમાં એક ધાર્મિક કાર્યક્રમ માંથી પરત ફરી રહેલા ચાર લોકોને રસ્તામાં જ ઝડપે જતા એક કન્ટેનરે અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.
જ્યારે અન્ય બે લોકોના સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પાલી જિલ્લા નું એક પરિવાર મધ્યપ્રદેશમાં એક ધાર્મિક પ્રસંગોમાં ભાગ લેવા માટે ગયો હતો.
બુધવારના રોજ રાત્રે પરિવાર કાર દ્વારા પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે આબુરોડથી થોડેક આગળ કારણે એક ટેન્કરે જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માત બન્યા બાદ પરિવારના છ સભ્યો કારમાંથી ઉતરીને ડિવાઇડર પર બેસ્યા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલા એક કન્ટેનરે રોડની સાઈડમાં પાર્ક કરેલી એક કારને જબરદસ્ત લગાવી હતી.
પછી ડિવાઈડર પર બેઠેલા પરિવારનાં લોકોને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.
આ અકસ્માતની ઘટનામાં 74 વર્ષીય બાબુલાલ, 70 વર્ષીય માંચી દેવી, ગોવિંદરામ અને દુર્ગાનું કરૂણ મૃત્યુ થયું છે. એક જ સાથે પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment