સુરતમાં દિલ્હી ગેટ ઓવર બ્રિજ પર અકસ્માત થતાં, બાઈક સવારે આહિર યુવક બ્રિજ પરથી નીચે પડ્યો, યુવકનું મૃત્યુ…આહિર પરિવારમાં માતમ છવાઈ ગયો…

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે દિલ્હી ગેટ વિસ્તાર પર આવેલા ઓવરબ્રિજ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઓવરબ્રિજ પરથી સ્પોર્ટ બાઈક ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન બાઈક પર સવાર બંને યુવકોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

બાઈક ચાલક યુવકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકમાં પાછળ બેઠેલો યુવક ફંગોળાઈને ઓવરબ્રિજ પરથી નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ સાગર આહીર હતું અને તેનું મૃત્યુ થતા જ આહિર સમાજમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે આ અકસ્માતની ઘટનામાં બીજો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર સુરતમાં રત્ના કલાકાર તરીકે કામ કરતા બે યુવાન સાગર આહીર અને રાજુ આહીર નામના યુવાનો પોતાની નાઈટ શિફ્ટ પૂર્ણ કરીને બાઈક પર ઘરે આવી રહ્યા હતા.

ઘરે જતી વખતે તેઓ બાઈક ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી ગેટ ઓવરબ્રિજ પર પસાર થતી વખતે બાઈક ચાલક યુવકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકમાં પાછળ બેઠેલો સાગર આહીર નામનો ફંગોળાઈને બ્રિજ પરથી નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં રાજ આહિર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*