સાપુતારામાં ટેબલ પોઈન્ટ પર એક કાર ઢાળ પર રિવર્સ આવતા સર્જાયો અકસ્માત, મહિલા અને બાળક જીવ બચાવવા કૂદા – જુઓ લાઇવ અકસ્માત નો વિડીયો…

74

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ બની રહે છે. ત્યારે સાપુતારાની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતવાસીઓ મોટે ભાગ કરવા માટે સાપુતારા ખૂબ જ જતા હોય છે.

ત્યારે સાપુતારા ટેબલ પોઇન્ટ પર ચડતી વખતે એક અકસ્માતની ઘટના સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાપુતારાના ટેબલ પોઈન્ટ પર એક કાર રિવર્સ આવતાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સાપુતારાના ટેબલ પોઈન્ટ પર જ જાળમાં ચઢી રહેલી એક બ્લુ કલરની કાર અચાનક જ રિવર્સ આવવા લાગી હતી. કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્યારે કાર ઢાળ ચઢવામાં પાછળ પડી હતી અને તેના કારણે તે બેકાબૂ બની ગઈ હતી અને રિવર્સ આવવા લાગી હતી.

જ્યારે કાર રિવર્સ આવે છે ત્યારે પાછળ ઉભેલી એક અન્ય કારણે પણ ટક્કર લગાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પોતાનો જીવ બચાવવા માટે કારની અંદરથી એક મહિલા અને બાળક ઉડી રહ્યા છે.

આ ઘટના બન્યા બાદ કાર આગળ જઈને ડિવાઈડર સાથે અથડાઈને ત્યાં જ અટકી જાય છે. આ ઘટનામાં ઘરને ભારે પ્રમાણમાં નુકસાન થયું હતું અને કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો.

અકસ્માતનો આ દિલધડક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે ગિરિમથક સાપુતારાના ઘણા રસ્તાઓ ખૂબ જ જોખમી બની ગયા છે. તેના કારણે દિવસે ને દિવસે આવા અકસ્માતની ઘટનાઓ સાપુતારામાં વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!