મહેસાણામાં પૂરપાટ ઝડપથી આવતી એક કારનું ટ્રક સાથે અકસ્માત, કાર ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ…

Published on: 2:33 pm, Mon, 6 September 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે મહેસાણાની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર મોઢેરા સૂર્ય મંદિર પાસે એક બેકાબૂ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ કારચાલકની કાર્ડ સ્પીડમાં હતી કે રોડ પર પાર્ક કરેલા ટ્રક સાથે કારે ટક્કર લગાવી હતી.

અને કારનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાર ચાલકનું મૃત્યુ થયું હતું. અકસ્માત બન્યા બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે કાર 100 થી પણ વધારે સ્પીડ માં ચાલતી હતી.

જ્યારે પોલીસે કારની તપાસ કરી ત્યારે કારનો સ્પીડનો કાટો 100 પર અટકેલો જોવા મળ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાઈવે પર લાગેલા ટ્રાફિક જામને મહામહેનતે હળવો કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહેસાણામાં પૂરપાટ ઝડપથી આવતી એક કારનું ટ્રક સાથે અકસ્માત, કાર ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*