ગણેશ વિસર્જન માટે જતા પરિવારનું થયું અકસ્માત, 10થી વધુ લોકો ઘાયલ, 1 નું મૃત્યુ…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આણંદ ની અકસ્માત ની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આણંદના વ્હેરાખાડી પાસે એક ફૂલ ઝડપથી જતી કારે પ્રથમ બાઈક અને બાદમાં ગણેશ વિસર્જન માટે ટેમ્પામાં જતા પરિવારને અડફેટે માં લીધા હતા.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બાઈક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 10 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ સારવાર માટે 4 જેટલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ચીખોદરા ગામે રહેતા અલ્પેશભાઈ રમણભાઈ પરમારના ફળિયામાં યુવા મંડળ દ્વારા સાર્વજનિક ગણપતિ મૂકવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ રવિવારના રોજ ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા માટે તેઓ વ્હેરાખાડી ગામ જવામાટે હર્ષદભાઈ રવજીભાઈ પરમારનો થ્રી ટેમ્પો લઈને નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક ફૂલ ઝડપથી આવતી કારે બે વાગ્યાની આસપાસ એક બાઇક અને ત્યારબાદ ટેમ્પાને ટક્કર લગાવી હતી અને કાર સીધી ડિવાઇડરમાં અથડાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા GJ 34 B 0821 નંબરના કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*