સાવરકુંડલાના બાઢડા ગામમાં નજીક અકસ્માત, બેકાબૂ બનેલા ટ્રકે 12 લોકોને લીધા અડફેટેમાં, 8 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ… જુઓ વિડિયો…

114

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અને અકસ્માતમાં કેટલાક નિર્દોષ વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે તેવી જ ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના સાવરકુંડલાના બાઢડા ગામ ગમખ્વાર નજીક એક બેકાબૂ બનેલા જોકે 8 લોકોને અડફેટમાં લીધા હતા.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ ચાર લોકો ઈજાગ્રસ્ત છે. બેકાબૂ બનેલા ટ્રક રોડ પરથી નીચે ઉતરી જતા સાઈડ ની ઝૂંપડી પરથી પસાર થતા આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

ભરતી માહિતી મુજબ આ અકસ્માત બાદ આજે રાત્રે 03:00 થયો હતો. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. એટલું જ નહિ આ સમગ્ર ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટ કરીને લખ્યું છે કે કલેકટર અમરેલી ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે.

તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત વહીવટીતંત્રને અકસ્માતમાં ઇજા પહોંચેલા લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની પણ સૂચના અને આદેશ આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!