સુરતથી ઘરે પરત ફરતી વખત વાન અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 12:18 pm, Tue, 26 October 21

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બારડોલીના ભમૈયા ગામની સીમ પાસે એક અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર અહીં એક વાન અને કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સાડા સાત વાગ્યાની આસપાસ મારુતિ વાન અને કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે લગ્ન હોવાના કારણે GJ 16 CH 3715 નંબર નું વાહન લઇને ઝંખવાવ થી જાનૈયાઓ સુરત ગયા હતા.

લગ્નનો કાર્યક્રમ પર થતા તેઓ સુરતથી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે વિહાણ કડોદ રોડ પર ભમૈયાની સીમમાં સામેથી આવતી એક કારે તેમના વાનને ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માત દરમિયાન વાહનમાં 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા તેમાંથી 2 લોકોના અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયા છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ કડોદ હોસ્પિટલમાં થયું અને બીજા વ્યક્તિને મૂર્તિ બારડોલી હોસ્પિટલમાં થયું છે.

જ્યારે અકસ્માતમાં અન્ય એક વ્યકિતને હાલત ખુબ જ ગંભીર હોવાના કારણે તેને બારડોલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત થતા જ કારચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતથી ઘરે પરત ફરતી વખત વાન અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*