થરાદ-સાંચોર હાઈવે પર ટેન્કર અને ઇકો કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, 5 લોકોના કરૂણ મૃત્યુ…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે થરાદ-સાંચોર હાઇવે પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર થરાદમાંથી મુસાફરોને ભરી ને એક ઇકો કાર માંગ તરફ જઈ રહી હતી. ત્યારે સોમવારના રોજ લગભગ ચાર વાગ્યાની આસપાસ દુધવા-માંગરોળ ઉપર સાચોર તરફથી આવતા એક ટેન્કર ચાલકે સામેથી આવતા ઇકો કારને ટક્કર લગાવી હતી.

અકસ્માતમાં ઇકો કારમાં સવાર 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માત થયા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ ટેન્કર ચાલક ને થરાદ નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ લગભગ ચાર વાગ્યાની આસપાસ GJ 01 HT 2399 નંબરની ઇકો કાર થરાદથી મુસાફરોને લઇને માંગરોળ તરફ જઈ રહી હતી.  ત્યારે સાચોર તરફથી આવતા GJ 12 BX 5550 નંબરના એક ટેન્કરે સામેથી આવતી ઇકો કાર ટક્કર લગાવી હતી.

અકસ્માતમાં ઇકો કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. ઉપરાંત ઇકો કારમાં સવાર મુસાફરો સહિત ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પણ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માત થતા ટેન્કર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયું હતું. જેને લોકો દ્વારા થરાદથી પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

અકસ્માતમાં સેંધાભાઈ મેઘરાજભાઈ પટેલ (ઉંમર 30 વર્ષ), રતનાભાઈ ડામરાભાઈ ધમડા (ઉંમર 48 વર્ષ), વિજયભાઈ વસરામભાઈ પટેલ (ઉંમર 10 વર્ષ), રવારામ રાવતારામ મેઘવાલ (ઉંમર 55 વર્ષ), પ્રકાશભાઈ કનૈયાલાલ માજીરાણા-ડ્રાયવર (ઉંમર 35 વર્ષ)ના અકસ્માતમાં મૃત્યુ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*