ઊના-દેલવાડા રોડ ઉપર બાઈક અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત – એક વ્યક્તિનું મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અકસ્માતમાં દરરોજ ઘણા લોકો પોતાના જીવ ગુમાવતા હશે. ત્યારે ઊના-દેલવાડા રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં છકડો રીક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઇક ચાલકનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર હરમડીયાના રહેવાસી લાલભાઈ ભુપતભાઈ મકવાણા અને ભીમાભાઇ ઘેલુભાઇ મોઢકિયા પોતાની બાઇક લઇને દીવ તરફથી ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે ઊના-દેલવાડા રોડ પર પુરપાટ ઝડપ માં આવતા એક છકડા ચાલકે તેમની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. તેના કારણે બાઈક પર સવાર બંને યુવાનો જમીન પર પટકાયા હતા.

આ અકસ્માતમાં લાલભાઈ અને ભીમાભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડયા હતા.

અકસ્માતમાં લાલભાઈ ને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી સારવાર દરમ્યાન લાલભાઈનું મૃત્યુ થયું હતું. લાલ ભાઈના મૃત્યુની પરિવારજનોને જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*